
2024માં માર્કરમ હૈદરાબાદની ટીમમાં હતો પરંતુ 2025માં હૈદરાબાદે તેમણે રિલીઝ કર્યો હતો.આ સીઝનમાં સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

માર્કરમે અત્યારસુધી 9 મેચમાં 9 ઈનિગ્સમાં 326 રન બનાવ્યા છે.જેમાં 4 અડધી સદી પણ સામેલ છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે લખનૌની ટીમે અનેક મેચમાં જીત મેળવી છે. આ સિવાય તેની બોલિંગ પણ શાનદાર જોવા મળી રહી છે.તેમણે 9 મેચમાં 2 વિકેટ લીધી છે.

માર્કરમના આઈપીએલના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે અત્યારસુધી 53 મેચ રમી છે. આ મેચની 51 ઈનિગ્સમાં1321 રન બનાવ્યા છે. ગત્ત સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે એડન માર્કરમને હટાવી પેટ કમિન્સને કેપ્ટન બનાવ્યો હતો.

આ સીઝનમાં ઓક્શન દરમિયાન SRH તેમને રિલીઝ કર્યો હતો. ત્યારબાદ મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટસને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
Published On - 10:59 am, Wed, 23 April 25