
ગુજરાતની જીતમાં રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 11 બોલમાં 24 અણનમ રન બનાવ્યા હતા. રાહુલ તેવટિયાએ 22 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 72 રનની ઇનિંગ રમી હતી.

સાઈ સુદર્શને 35 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગ કરતા કુલદીપ સેને 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. અવેશ ખાને 1 વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઇટન્સે 18 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવ્યા હતા. તેને જીતવા માટે 12 બોલમાં 35 રનની જરૂર હતી. રાહુલ તેવટિયા 11 રન બનાવીને ક્રીઝ પર હતો અને રાશિદ ખાને 2 રન બનાવ્યા હતા. જોકે આ બાદ 19 મી ઓપવાર ફેકવા માટે કુલદીપ સેન આવ્યો હતો.

19 મી ઓવરની શરૂઆત કરી પ્રથમ બોલે ગુજરાતને 1 રન મળ્યો આ બાદ બાદમાં એક વાઈડ બોલ ફેંક્યો. જે બાદ બીજા બોલે ગુજરાતને 4 રન મળ્યા આ બોલ બાદ 10 બોલમાં 29 રનની જરૂર હતી. ત્યાર બાદ ત્રીજા બોલે 1 રન મળ્યો. મહત્વનું છે કે કુલદીપ સેન બોલિંગ કરી રહ્યો હતો અને ચોથા બોલે કુલદીપનો બોલ નો બોલ પડ્યો. જે બોલમાં ફોર ગઈ. આ નો બોલમાં કુલ 4 રાન મળ્યા. આ બાદ ચોથા બોલે ફરી ફ્રી હિટ બોલમાં 2 રન મળ્યા. આ બાદ ફરી એક બોલ વાઈડ ગયો. આ બાદ ફરી 5 મો બોલ તેણે નાખ્યો જે લેગબાય હતો જેમાં 1 રન મળ્યો.

આ ઓવરનો છેલ્લો બોલ બાકી રહેતા 7 બોલમાં 19 રનની જરુંર હતી. છેલ્લા બોલમાં ગુજરાતના ખેલાડી રાહુલ તેવટીયાએ 4 ફટકારી હતી. એટલે કુલ મળી આ ઓવરમાં 20 રન આવ્યા હતા. જે રાજસ્થાનની હારનું મુખ્ય કારણ કહેવામાં આવએ તો ખોટું નથી.
Published On - 12:17 am, Thu, 11 April 24