
તે જ સમયે, તેનો સ્ટ્રાઈક રેટ 248.78 હતો જો કે, સદી પૂરી કર્યા પછી, હેડ વધુ સમય ટકી શક્યો નહીં. 41 બોલમાં 102 રન બનાવ્યા બાદ તે લોકી ફર્ગ્યુસનના હાથે કેચ આઉટ થયો હતો. હેડે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, તેનો સ્ટ્રાઈક રેટ 248.78 હતો.

IPL ઈતિહાસની વાત કરીએ તો આ ચોથી સૌથી ઝડપી સદી હતી. આ પહેલા ક્રિસ ગેલે પુણે સામે આરસીબી માટે 30 બોલમાં સદી ફટકારી હતી, યુસુફ પઠાણે રાજસ્થાન રોયલ્સ માટે મુંબઈ સામે 37 બોલમાં સદી ફટકારી હતી અને પંજાબ માટે ડેવિડ મિલરે આરસીબી સામે 38 બોલમાં સદી ફટકારી હતી.

ટ્રેવિડ હેડ આ IPL સિઝનનો ત્રીજો સેન્ચુરિયન બન્યો છે. તેના પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા સદી ફટકારી ચૂક્યા છે. જો આ સિઝનમાં ટ્રેવિસ હેડના પ્રદર્શનની વાત કરીએ તો તેણે પાંચ ઇનિંગ્સમાં 201ની સ્ટ્રાઇક સાથે 235 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 200.85 રહ્યો છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે ટ્રેવિસ હેડ IPLમાં સદી ફટકારનાર સનરાઇઝર્સના બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેના પહેલા ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, હેરી બ્રુક અને હેનરિક ક્લાસેન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.