
હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રણ મેચ હારી ગઈ છે. ત્યારે આજે સૂર્યકુમાર યાદવ પર સૌની આશા હતી.ઈજામાંથી પરત ફરેલો સૂર્યકુમાર યાદવ વાપસી વખતે શૂન્ય રન પર આઉટ થયો હતો. એનરિક નોર્ટ્યાએ તેને ફ્રેઝર-મેકગર્કના હાથે કેચ કરાવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં તેમની મેચ 7 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમી રહી છે. સૂર્યકુમાર યાદવ આ મેચમાં રમવા મેદાનમાં ઉતર્યો હતો પરંતુ 2 બોલમાં 0 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમારની આ સીઝનની પહેલી મેચ હતી.