
કોમેન્ટ્રી પેનલમાં બેઠેલા સુરેશ રૈનાએ કહ્યું કે યુવરાજ સિંહે અભિષેક શર્માની બેટિંગથી ઘણું કામ કર્યું છે. અને આજે અભિષેક યુવરાજ જેવી જ સ્ટાઈલમાં બેટિંગ કરતો જોવા મળે છે. મહત્વનું છે કે અભિષેક IPL પહેલા મુશ્કેલીમાં મૂકયો હતો. યુવતીની આત્મહત્યા કેસમાં તેને પોલીસ પૂછપરછ કરી હતી.

મહત્વનું છે કે અભિષેક શર્મા સુરતમાં તાન્યા સિંહ આત્મહત્યા કેસના ચક્કરમાં ફસાયો હતો. આ આત્મહત્યા કેસની તપાસમાં પોલીસે તેનું નિવેદન લેવા માટે પણ બોલાવ્યો હતો. જોકે આ ક્રિકેટરે હવે IPL માં કહેર મચાવ્યો છે. એવી ચર્ચા હતી કે આત્મહત્યા પહેલા તેણે ક્રિકેટર અભિષેક શર્માને મેસેજ કર્યો હતો. જોકે, ક્રિકેટર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ કેસમાં પોલીસે ક્રિકેટરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.
Published On - 9:52 pm, Wed, 27 March 24