
આ DRS નો સમય ચૂક્યા ત્યારે નારાયણ 12 બોલ રમ્યો હતો અને માત્ર 18 રન જ બનાવ્યા હતા. આ નિર્ણયથી કેપિટલ્સને મોટું નુકસાન થયું હતું કારણ કે આ ઘટના પછી વિન્ડીઝના દિગ્ગજ ખેલાડીએ માત્ર 27 બોલમાં 67 રન બનાવ્યા હતા. નારાયણની ઈનિંગ્સે KKR માટે IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો તખ્તો તૈયાર કર્યો છે. 10 ઓવરમાં KKR ના બોર્ડ પર 135 રન હતા જ્યારે મેચની 16મી ઓવરમાં તેણે 200નો આંકડો પાર કરી લીધો હતો.

કેપ્ટન પંતની બીજી ભૂલ મોટી નહોતી, પણ ભૂલ એ ભૂલ છે. વાસ્તવમાં, દિલ્હીના બોલર રસિક સલામે KKRના કેપ્ટન શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો, પરંતુ અમ્પાયરે તેને નકારી દીધો હતો. આ વખતે પણ મામલો કેચ પાછળ એટલે કે કીપર કેચનો હતો. રસિક સલામે કેપ્ટન પંતને DRS લેવા કહ્યું, પરંતુ તેણે આ વખતે પણ ના પાડી દીધી. આ પછી અય્યરે 2 છગ્ગા ફટકારીને ટીમ માટે થોડું યોગદાન આપ્યું. અય્યરે 11 બોલમાં 2 સિક્સરની મદદથી 18 રન બનાવ્યા હતા.