
મેચની શરૂઆત થઈ ત્યારે IPL 2024ની પ્રથમ મેચ પહેલા બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ થયો હતો. જેમાં RCB ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. CSKનો નવી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ તેની કેપ્ટન તરીકેની પહેલી મેચમાં ટોસ હારી ગયો હતો.

મહત્વનું છે કે આ બાદ CSK ની ટીમ ફિલ્ડિંગ માટે જ્યારે મેદાને ઉતારી રહી હતી. આ દરમ્યાન શરૂઆત થી જ ધોની અને કેપ્ટન ઋતુરાજ વચ્ચે વાતચીતની શરૂઆત થઈ ગાઈ હતી. જોકે આ દરમ્યાન ચોક્કસ પણે કોઈ મહત્વની અને ફિલ્ડિંગને લઈ ચર્ચા થઈ રહી હોય તો આ વાતમાં કોઈ નવાઈ કહી શકાય નહીં.

ચેન્નાઈ સુપર કિંગ્સના નવનિયુક્ત કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ખુલાસો કર્યો છે કે તેમના પુરોગામી MS ધોનીએ તેમને ગયા વર્ષે સંભવિત નેતૃત્વ પરિવર્તન અંગે સંકેત આપ્યો હતો. IPL 2024 ની શરૂઆતના એક દિવસ પહેલા, વાસ્તવમાં બદલાવ કરવામાં આવ્યો હતો જ્યારે ધોનીએ એક ખેલાડી રહીને ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી હતી.

મેચ શરૂ થતાં ફિલ્ડિંગ ગોઠવવાની શરૂઆત થઈ ત્યારે MS ધોનીના હાથ હર હંમેશ ફિલ્ડિંગ ગોઠવવા ફરવા લાગ્યા હતા. જોકે તેના એક્સ્પ્રેસન થોડા અલગ જોવા મળ્યા હતા. જોકે aઅ વખતે ઋતુરાજની કોઈ પ્રતિક્રિયા નહીં હતી.

બાદમાં ચાલુ મેચ દરમ્યાન ઋતુરાજ ગાયકવાડ પણ ફિલ્ડિંગ ગોઠવતા નજરે ચડયા હતા. એટલે ક્યાંક ને ક્યાંક MS ધોનીએ શરૂઆત તો કરિ જ આપી હતી. જે ગાડી તેમણે ચોક્કસ આગળ વધારવાની હતી.

આ મેચમાં CSK ની ડબલ એન્જિનની ટીમ એટલા માટે કહેવામાં આવી કેમ કે કેટલીક ક્ષણ એવી હતી કે જેમાં એક કરતાં વધુ નિર્ણયો ધોનીએ લીધા તો કેટલાક નિર્ણયો કેપ્ટન ઋતુરાજે લીધા. અને ચાલુ મેચમાં અનેક વાર બંને સાથે મળીને નિર્ણયો લેતા નજરે ચડયા હતા.
Published On - 11:40 pm, Fri, 22 March 24