દાદાએ કર્યા હતા 2 લગ્ન ,લલિત મોદીએ માતાની ફ્રેન્ડ સાથે કર્યા લગ્ન IPLના પૂર્વ ચેરમેનનો આવો છે પરિવાર

|

Dec 02, 2024 | 7:23 AM

જ્યારે પણ આપણે લલિત મોદી વિશે વાત કરીએ છીએ ત્યારે આપણને બહુ ઓછા લોકો જોવા મળે છે, જેઓ તેમના પરિવાર વિશે જાણે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમના દાદાએ આખું શહેર બનાવ્યું હતું. ચાલો જાણીએ લલિત મોદી પરિવાર વિશે.

1 / 15
લિત મોદી સફળતા અને વિવાદને હંમેશા સાથે જ લઇને ચર્ચામાં રહે છે. મીડિયામાં તેને વિવાદના પ્રર્યાય એટલે કે વિવાદના કિંગ કહેવામાં આવે છે, તે પછી તેની પ્રોફેશનલ કારકિર્દી હોય કે ખાનગી જીંદગી. તે દરેક વિષયોમાં તે હંમેશા ચર્ચામાં રહે છે.

2 / 15
આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી અને અભિનેત્રી સુષ્મિતા સેનના ડેટિંગના સમાચાર આવતા જ લલિત મોદી ચર્ચામા આવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે લલિત મોદી પરિવાર એવા પરિવારમાંથી આવે છે જેના નામ પર ઉત્તર પ્રદેશમાં આખું શહેર છે. ઉત્તર પ્રદેશના મોદી નગર શહેરનું નામ લલિત મોદીના પરિવાર સાથે જોડાયેલું છે.

3 / 15
આજે આપણે લલિત મોદીના પરિવાર વિશે જાણીએ

આજે આપણે લલિત મોદીના પરિવાર વિશે જાણીએ

4 / 15
લલિત મોદીના દાદા ગુજરમલે પણ બે વાર લગ્ન કર્યા હતા.તમને જણાવી દઈએ કે લલિત મોદી ગુજરમલ મોદીના પૌત્ર છે. ગુજરમલ મોદી એ જ વ્યક્તિ છે જેમણે મોદી નગરની સ્થાપના કરી હતી.

5 / 15
કૃષ્ણ કુમાર મોદીનો જન્મ 27 ઓગસ્ટ 1940 રોજ થયો છે, જેઓ કે.કે. મોદી તરીકે પણ ઓળખાતા હતા, તે એક ભારતીય ઉદ્યોગપતિ હતા અને મોદી એન્ટરપ્રાઇઝિસના પ્રમુખ હતા. તેમના ત્રણ સંતાનો છે.

6 / 15
 લલિત મોદીના પિતા કેકે મોદીએ 1961માં બીના મોદી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે 21 વર્ષીય કેકે મોદીએ બીના સાથે લગ્ન કર્યા ત્યારે તે દિલ્હીમાં થાઈ રેસ્ટોરન્ટ ચલાવતી હતી. બીના અને કેકે મોદીને ત્રણ બાળકો હતા. સૌથી મોટી પુત્રી ચારુ મોદી ત્યારબાદ લલિત અને સમીર મોદી છે.

7 / 15
  કેકે મોદીના બીજા પુત્ર સમીર મોદી રિટેલ અને કોસ્મેટિક્સ સેક્ટરમાં સંકળાયેલા છે. તેમણે શિવાની સાથે લગ્ન કર્યા છે અને તેઓ બે પુત્રીઓ જયતિ અને વેદિકાના પિતા છે.

8 / 15
લલિત અને મીનલને બે બાળકો છે. પુત્ર રૂચિર અને પુત્રી આલિયા.લલિત મોદીની પ્રોપર્ટી, લક્ઝરી લાઈફ અને તેમના પરિવાર વિશે ચર્ચા કરીશું. તો ચાલો લલિત મોદીના પરિવાર વિશે વધુ વિગતો જાણીએ.

9 / 15
 કેકે મોદીના મોટા પુત્ર લલિતને જૂન 2015માં ભારતના વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. લલિત મોદી દેશ છોડીને ભાગી ગયા બાદ લંડનમાં રહે છે. લલિત મોદીના પહેલા લગ્ન વખતે તેમના પરિવારમાં ભારે હોબાળો થયો હતો.

10 / 15
લલિતને એક પરિણીત મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ મહિલા લલિતની માતા બીનાની મિત્ર મીનલ હતી. મીનલ લલિત કરતા નવ વર્ષ મોટી હતી. મીનલને તેના પહેલા પતિથી એક પુત્રી પણ હતી.

11 / 15
મીનલ માટે લલિત ઘણા વર્ષો સુધી તેના માતાપિતાથી અલગ રહ્યો. મીનલ જે લલિતના સંપર્કમાં આવી હતી કારણ કે તે બીનાની મિત્ર હતી, તે જન્મથી હિન્દુ હતી, પરંતુ તેના પહેલા પતિ અને તેની પુત્રી કરીમા બંને મુસ્લિમ હતા.

12 / 15
લલિત સાથે પ્રેમમાં પડ્યા બાદ મીનલે તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી મીનલ અને લલિતના લગ્ન થયા. ડિસેમ્બર 2018માં લલિત મોદીની પત્ની મીનલનું કેન્સરને કારણે અવસાન થયું હતું.

13 / 15
આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી તેમનાથી 12 વર્ષ નાની સુષ્મિતા સેન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે. લલિત મોદી દેશના અગ્રણી બિઝનેસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને બિઝનેસ જગતમાં એક મોટું નામ છે.

14 / 15
લલિત મોદી  તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગના સ્થાપક, પ્રથમ અધ્યક્ષ અને લીગ કમિશનર હતા, અને 2010 સુધી ત્રણ વર્ષ સુધી ટુર્નામેન્ટ ચલાવી હતી.

15 / 15
તેમણે 2008 થી 2010 સુધી ચેમ્પિયન્સ લીગના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી અને બીસીસીઆઈના ઉપપ્રમુખ પણ રહ્યા હતા.રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તેમજ પંજાબ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.

Next Photo Gallery