
રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.તેમના પિતાનું નામ હરદેવસિંહ સોલંકી છે. રીવા બાની માતાનું નામ પ્રફુલ્લબા સોલંકી છે.રીવાબા જાડેજા 8 ડિસેમ્બર 2022ના રોજ જામનગર મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા.

રીવાબા જાડેજાએ 2016માં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રીવા બા અને રવિન્દ્ર જાડેજાને નિધ્યાના જાડેજા નામની પુત્રી છે. કામકાજમાંથી સમય કાઢી રીવા બા પતિને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પણ નજરે જોવા મળે છે.

રીવા બા જાડેજાના અભ્યાસ વિશે આપણે વાત કરીએ તો, તેમણે ધોરણ -10નો અભ્યાસ સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર રાજકોટમાંથી પૂર્ણ કર્યો છે.

તેમજ ડીપ્લોમાં મીકેનીકલનો અભ્યાસ આત્મીય ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી રાજકોટમાંથી પૂર્ણ કર્યો છે. બી.ઈ મીકેનીકલનો અભ્યાસ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદમાંથી પૂર્ણ કર્યો છે.

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ભાજપના ધારાસભ્ય પદ પર રહીને અત્યાર સુધી અનેક લોક ઉપયોગી કામો કર્યા છે. રીવાબા અને નણંદ નયનાબા વચ્ચે પણ પહેલા અનેક વિવાદો રહી ચૂક્યા છે.

વર્ષ 2024માં જ્યારે ભારે વરસાદના કારણે જામનગરના હાલ-બેહાલ થયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ તો ખુદ રીવાબા પણ કેડસમા પાણીમાં ઉતરી તેમની મદદમાં જોડાયા હતા.

રવિન્દ્ર જાડેજા અને રીવાબાની લવ સ્ટોરી અલગ જ છે. રવિન્દ્ર અને રિવાબા વચ્ચેની પ્રથમ મુલાકાતના ત્રણ મહિનામાં જ સગાઈ કરી લીધી હતી. રવિન્દ્રની બહેન નયનાબાના મિત્ર હતા રીવાબા અને તેઓના થકી જ તેમને પ્રથમ વાર મળ્યો હતો.

રિવાબાએ રાજનિતીની પિચ પર સફળ જમાવટ કરી છે. તેઓ જામનગરથી ધારાસભ્ય છે.

અમદાવાદમાં વર્ષ 2023ની આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ સામે ચેન્નાઈ ચેમ્પિયન બન્યુ હતુ. જાડેજાના વિજયી ચોગ્ગા સાથે જ તેમના પત્નિ રિવાબા જાડેજાના આંખમાંથી હર્ષના આંસૂઓ સરી પડ્યા હતા.
Published On - 11:24 am, Fri, 17 October 25