
શેફાલી વર્માને તેના પ્રેક્ટિસના દિવસોમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેના ગ્લોવ્સ ફાટી જતા, તેનું બેટ તૂટી જતું, પરંતુ તેણે ક્યારેય નવી કીટ માંગી ન હતી. રોહતકમાં છોકરીઓને ક્રિકેટમાં ઓછો રસ હતો,

તેથી તેના પિતાએ એક અનોખો અભિગમ અપનાવ્યો. તેમણે તેના વાળ ટૂંકા કરાવ્યા અને તેને છોકરાઓની ટીમમાં સામેલ કરી જેથી તે કોઈપણ સમસ્યા વિના પ્રેક્ટિસ કરી શકે. આજે આ જ નાની છોકરી વર્લ્ડ કપ મેચ-વિનર તરીકે ઉભરી આવી છે, તેણે માત્ર ટ્રોફી જીતી જ નહીં પરંતુ તેના પ્રદર્શનથી આખી મેચને યાદગાર બનાવી હતી.

શેફાલી વર્માનો જન્મ 28 જાન્યુઆરી 2004 હરિયાણામાં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે રમે છે. 2019માં 15 વર્ષની ઉંમરે તે ભારત માટે મહિલા ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (T20I) મેચ રમનારી સૌથી નાની ઉંમરની ક્રિકેટર બની હતી.

જૂન 2021માં શેફાલી વર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી નાની ઉંમરની ખેલાડી બની હતી. 8 ઓક્ટોબર 2022ના રોજ, તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1,000 રન પૂર્ણ કરનારી સૌથી નાની ઉંમરની ક્રિકેટર બની.

તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2023 અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 2025 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

શેફાલી વર્માનો જન્મ હરિયાણાના રોહતકમાં થયો હતો,તેના પિતા સંજીવ વર્મા અને માતા પરવીન બાલા છે. તેને એક મોટો ભાઈ સાહિલ અને એક નાની બહેન નેન્સી છે.

ત્રણેય ભાઈ-બહેન ક્રિકેટ રમે છે. તેના પિતા પણ ક્રિકેટ ચાહક રહી ચૂક્યા છે. જે કૌટુંબિક દબાણને કારણે ક્રિકેટને કરિયર તરીકે અપનાવી શક્યા ન હતા,એક નાની જ્વેલરીની દુકાનના માલિક છે.

શેફાલી વર્માએ આઠ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેનો ભાઈ, એક લેગ સ્પિનર, અને તેના પિતા તેને નેટમાં પ્રેક્ટિસ કરવા માટે સ્થાનિક મેદાનમાં લઈ જતા હતા.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્મા 22 વર્ષની ઉંમર સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારનાર મહિલા ખેલાડી બની ગઈ છે.

શેફાલીએ તેની કારકિર્દીમાં 92 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં 26.73 ની સરેરાશથી 2,299 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 12 અડધી સદી ફટકારી છે.

શેફાલી એક ભારતીય મહિલા ક્રિકેટર છે, જે તેની આક્રમક બેટિંગ માટે જાણીતી છે

શેફાલી ભારતની સૌથી યુવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવાનો રેકોર્ડ ધરાવે છે.