
5 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ સંજુ સેમસન અને ચારુલતાએ 22 ડિસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા. સંજુ ક્શ્ચિયન છે તો ચારુલતા હિંદુ છે. લગ્ન બાદ બંન્ને રિસેપ્શન પણ આપ્યું હતુ.ચારુલતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચારુલતાને ઈન્સ્ટાગ્રામ પર હજારોથી વધુ લોકો ફોલો કરે છે.

સેમસન અવારનવાર ભારતીય ટીમમાં અને બહાર હોવાને લઈને ચર્ચામાં રહે છે. સેમસનના અંગત જીવન વિશે બહુ ઓછા લોકો જાણે છે. લગ્ન બાદ બંન્નેએ સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો પોસ્ટ કર્યા હતા.

સંજુ સેમસને ચારુલતાને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સેમસન અને ચારુલતાની લવ સ્ટોરી સેમસનની આ ફેસબુક રિક્વેસ્ટ બાદ શરૂ થઈ હતી. ફેસબુક પર શરૂ થયેલો આ પ્રેમ એ હદે આગળ વધ્યો કે લગ્ન સુધી પણ પહોંચી ગયો.
Published On - 1:00 pm, Thu, 9 November 23