
રાહુલ અજય ત્રિપાઠીનો જન્મ 2 માર્ચ 1998ના રોજ થયો છે. તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઇડર્સનું પ્રતિનિધિત્વ કરે છે.

રાહુલ ત્રિપાઠીનો પરિવાર જુઓ

ઝારખંડના રાંચીમાં જન્મેલા રાહુલ અજય ત્રિપાઠી ભૂતપૂર્વ આર્મી કર્નલ અજય ત્રિપાઠી અને ગૃહિણી સુચિત્રા ત્રિપાઠીના પુત્ર છે. તેમના પિતા પણ ભૂતપૂર્વ ક્રિકેટર હતા જેઓ 80ના દાયકાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશની અંડર-22 ટીમ માટે રમ્યા હતા.

લશ્કરી પરિવારમાં ઉછરેલા રાહુલને વારંવાર સ્થળાંતરનો સામનો કરવો પડ્યો. 9 વર્ષની ઉંમરે લખનૌમાં શરૂ થયેલી તેમની ક્રિકેટ તાલીમ અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ હતી જ્યારે તેમના પિતાને ઓપરેશન પરાક્રમના ભાગ રૂપે શ્રીનગર મોકલવામાં આવ્યા હતા. પડકારજનક પરિસ્થિતિઓએ રાહુલને 10 વર્ષની ઉંમરે ક્રિકેટમાંથી બ્રેક લેવાની ફરજ પાડી હતી.

2003માં પુણે સ્થળાંતર કર્યા પછી, રાહુલની ક્રિકેટ યાત્રા તેના પિતાના માર્ગદર્શન હેઠળ ફરી શરૂ થઈ. 20 સપ્ટેમ્બર 2003ના રોજ પુણેના ડેક્કન જીમખાનામાં પ્રવેશ મેળવ્યો, તેમણે કેદાર જોગલેકર અને હેમંત અથલયેના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી,

જુનિયર ક્રિકેટમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરીને, તેણે અંડર-19 સ્તરે સતત ત્રણ સદીઓ ફટકારીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ.રાહુલે 2014માં શ્રેષ્ઠ અંડર-25 ક્રિકેટરનો બીસીસીઆઈ એવોર્ડ મેળવ્યો હતો,

જેનાથી તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ અને ત્યારબાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં એન્ટ્રી થઈ હતી. ક્રિકેટ ઉપરાંત, તેણે શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો, શ્રી પરશુરામભાઉ મહાવિદ્યાલયમાંથી ગણિતમાં વિજ્ઞાનમાં સ્નાતક પૂર્ણ કર્યું. રાહુલની નાની બહેન રૂપાલી ત્રિપાઠીએ બાસ્કેટબોલમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તે 2018-19 રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે 8 મેચમાં 504 રન બનાવ્યા હતા.ફેબ્રુઆરી 2017માં, તેને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમ દ્વારા 2017 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે ખરીદવામાં આવ્યો હતો.

જાન્યુઆરી 2018માં IPL ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. તેને 2020 IPL ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. IPL ઓક્શમાં તેને 2020 ઇન્ડિયન પ્રીમિયર લીગ પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી 2022માં IPL ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા ખરીદવામાં આવ્યા હતા જ્યાં તેમણે અત્યાર સુધીની તેમની શ્રેષ્ઠ IPL સીઝન રમી હતી, ત્યારબાદ તેમને 2024ની IPL પછી રિલીઝ કરવામાં આવ્યા હતો.

2025ની IPLઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને તેઓ તેમના સ્થાનિક ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.

IPL 2026ના ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ અનુભવી ભારતીય બેટ્સમેન રાહુલ ત્રિપાઠીને 75 લાખમાં ખરીદ્યો છે.

જૂન 2022માં, તેમને આયર્લેન્ડ સામેની બે મેચની સીરિઝ માટે ભારતની ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટે ભારતની વન ડે આંતરરાષ્ટ્રીય (ODI) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું.

ડિસેમ્બર 2022માં રાહુલ ત્રિપાઠીને શ્રીલંકા સામેની T20I સીરિઝમાં ભારત માટે રમવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.પછીના મહિને 5 જાન્યુઆરી 2023ના રોજ, ત્રિપાઠીએ 31 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે ખાતે સીરિઝની બીજી મેચમાં ભારત માટે ટ્વેન્ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, તેઓ તેમની ડેબ્યૂ ઇનિંગમાં 5 રન બનાવીને આઉટ થયો હતો
Published On - 6:54 am, Sat, 11 April 26