પત્ની બિઝનેસ વુમન, માતા વોલિબોલ ખેલાડી અને પિતા રમી ચૂક્યા છે ક્રિકેટ, આવો છે પરિવાર
પ્રસિદ્ધ કૃષ્ણાના પિતા મુરલી કૃષ્ણા છે, જેઓ કોલેજ કાળ દરમિયાન ફાસ્ટ બોલર હતા. તેની માતા પણ સ્પોર્ટ્સપર્સન છે. તે રાજ્ય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. પ્રસિદ્ધ કૃષ્ણના માતા-પિતાએ તેમને રમતગમતને પોતાની કારકિર્દી તરીકે લેવાની પ્રેરણા આપી હતી. આજે તેની પત્ની, બહેન અને માતા -પિતા વિશે જાણીએ.
1 / 6
પ્રસિદ્ધ કૃષ્ણાનો જન્મ 19 ફ્રેબુઆરી 1996ના રોજ બેંગ્લુરુ કર્ણાટકમાં એક મધ્યમ પરિવારમાં થયો હતો. ક્રિકેટરનું આખું નામ મુરલીકૃષ્ણા પ્રસિદ્ધ કૃષ્ણા છે. તેના પિતાનું નામ મુરલી કૃષ્ણા જે એક ક્રિકેટર હતા તેની માતાનું નામ કલાવતી કૃષ્ણા છે જે એક વોલિબોલ ખેલાડી હતી. તેને એક બહેન છે જેનું નામ પ્રકૃતિ કૃષ્ણા છે. અને ખેલાડીએ આ વર્ષે 8 જૂન 2023ના રોજ રચના સાથે લગ્ન કર્યા છે.
2 / 6
પ્રસિદ્ધ કૃષ્ણાએ તેમનું પ્રારંભિક શાળાકીય શિક્ષણ કાર્મેલ સ્કૂલ, પદ્મભાનગરમાંથી કર્યું અને પછી મહાવીર જૈન કોલેજ, બેંગલુરુમાંથી બી.કોમની ડિગ્રી મેળવી. કૃષ્ણાએ તેમના બાળપણના કોચ શ્રીનિવાસ મૂર્તિ પાસેથી ક્રિકેટની તમામ રીતો શીખી છે અને તેમના કોચની તેમના જીવનમાં ખૂબ મોટી ભૂમિકા રહી છે.
3 / 6
12 વર્ષની ઉંમરે, તે બેંગલુરુમાં બાસવાનાગુડી ક્રિકેટ એકેડમીમાં જોડાયો અને ત્યારબાદ પોતાની શાળામાંથી ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતુ. 2010માં તેમણે કર્ણાટક અંડર 14 ટીમ માટે ક્વોલિફાય કર્યું હતુ.2015માં પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્ણાટક માટે પ્રથમ-ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે બાંગ્લાદેશ A સામેની તેની પહેલી જ મેચમાં 5 વિકેટ લઈને ચર્ચામાં રહ્યો હતો.
4 / 6
2017માં વિજય હજારે ટ્રોફી, 2021-22માં રણજી ટ્રોફી દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાએ પ્રથમ સિરીઝમાં 10 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શનથી પ્રસિદ્ધ કૃષ્ણા બીસીસીઆઈના પસંદગીકારોની નજરમાં આવ્યા અને ટૂંક સમયમાં જ તેને ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાની તક મળી. ક્રિકેટરનું આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું છે.
5 / 6
પ્રખ્યાત ક્રિકેટર કૃષ્ણાએ તેની ગર્લફ્રેન્ડ રચના સાથે 6 જૂન 2023ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. તેમના લગ્નમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા.
6 / 6
તમને જણાવી દઈએ કે પ્રસિદ્ધ અને રચના ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર રચના કૃષ્ણા એક બિઝનેસ વુમન છે.
Published On - 5:05 pm, Mon, 27 November 23