6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન, ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે પરિવાર
આકાશ દીપ ભારતનો 313મો ટેસ્ટ ખેલાડી બન્યો જ્યારે તેને તેની કેપ અન્ય કોઈએ નહીં પરંતુ ભારતના મહાન અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા આપવામાં આવી હતી. અને આ 27 વર્ષીય બેટર માટે ટેસ્ટ ડેબ્યું થયું હતુ. તો ચાલો આજના ફેમિલી ટ્રીમાં આપણે ક્રિકેટર આકાશ દિપના પરિવાર વિશે વાત કરીશું.
1 / 14
આકાશ દીપે બિહારના સાસરામથી રાંચી સુધીની સફર કરી છે જ્યાં તેણે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું પરંતુ પ્રવાસની લંબાઈ બે શહેરો વચ્ચેના અંતર કરતાં વધુ લાંબી છે. આકાશની લાઈફમાં ધણા ઉતાર ચઢાવો આવ્યા છે. તેમ છતાં તેમણે તેની અસર ક્રિકેટ પર પડવા દીધી નથી.
2 / 14
આકાશ દીપનો પરિવાર અને તેના પરિવાર વિશે જાણીએ. આકાશ દીપની માતાનું નામ લડુમા દેવી છે, અને તે ગૃહિણી છે, જ્યારે આકાશ દીપના પિતાનું નામ રામજી સિંહ છે, આકાશ દીપના ભાઈનું અવસાન થયું છે. ક્રિકેટરને 2 બહેનો પણ છે.
3 / 14
આકાશ દીપનો જન્મ 15 ડિસેમ્બર 1996 બિહારના એક નાનકડા ગામમાં થયો છે. જે એક ભારતીય ક્રિકેટર છે. તે સ્થાનિક ક્રિકેટમાં બંગાળ માટે અને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે.
4 / 14
કેટલાક માતા-પિતાએ તેમના બાળકોને આકાશ દીપ સાથે ન રહેવાની પણ વિનંતી કરી, કારણ કે સાસારામમાં ક્રિકેટમાં જોડાનાર આકાશ એકમાત્ર વ્યક્તિ હતો. તેમાંથી કેટલાક વાલીઓને એવું લાગતુ હતું કે તેમના પોતાના બાળકો શિક્ષણનો ત્યાગ કરીને આકાશ દીપના પગલે ચાલશે.
5 / 14
આકાશ દીપના પિતા ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એવી પરીક્ષા આપે જે તેને સરકારી નોકરી મેળવવામાં મદદ કરશે, પરંતુ આકાશ ક્રિકેટમાં તેની રુચિ ન છોડવા માટે વધુ ઉત્સુક હતો. તેના પિતાએ તેને બિહાર પોલીસ કોન્સ્ટેબલ થી લઈ સ્ટાફ પટાવાળાની નોકરી માટે પ્રયાસ કરવાની સલાહ આપી.
6 / 14
જો કે, તેણે એવા સમયે ઝટકાનો સામનો કરવો પડ્યો જ્યારે તે તેની કારકિર્દીની મહત્વાકાંક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો કારણ કે તેના પિતા અને તેના મોટા ભાઈનું અવસાન થયું, તેના પરિવારમાં આકાશ તેમજ બે બહેનો હતી. છ મહિનામાં તેમના પિતા અને મોટા ભાઈનું અવસાન થયું અને આકાશના પરિવારમાં બધી જ જવાબદારી આકાશ પર આવી ગઈ હતી.
7 / 14
તેમના એક નજીકના મિત્રોએ તેમને તેમના રોજિંદા ખર્ચાઓનું પૂર્ણ કરવા માટે દુર્ગાપુરની એક ક્રિકેટ ક્લબમાં જોડાવામાં મદદ કરી. તેણે દુર્ગાપુર જિલ્લાની આસપાસ ટેનિસ-બોલ મેચ રમવાનું શરૂ કર્યું અને દરરોજ 6000 રૂપિયા કમાતો અને તે ટેનિસ-બોલ મેચો રમીને દર મહિને ઘર ખર્ચ કાઢી લેતો હતો.
8 / 14
આકાશ 2010માં CAB ફર્સ્ટ ડિવિઝન લીગમાં યુનાઈટેડ ક્લબમાં જોડાયો હતો જેથી તે ક્રિકેટ કારકિર્દીના સપનાને સાકાર કરે. શરૂઆતમાં તે ફ્રન્ટલાઈન બેટ્સમેન તરીકે સ્થાનિક એકેડેમીમાં જોડાયો, પરંતુ તેના કોચની સલાહ પર, તેણે ફાસ્ટ બોલિંગ તરફ વળ્યો. તેણે ભારતના વિઝન 2020 કાર્યક્રમના ભાગરૂપે બંગાળના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર રણદેવ બોઝ સાથે કામ કર્યું અને એક વર્ષમાં તેની બંગાળ અંડર-23 ક્રિકેટ ટીમ માટે પસંદગી થઈ
9 / 14
જો કે, તે સમયે તેને કારકિર્દી માટે જોખમી પીઠની ઈજાનો સામનો કરવો પડ્યો હતો, અને દેખીતી રીતે તેને તેના બંગાળ અંડર-23ના મુખ્ય કોચ, સૌરાશિષ લાહિરીનો ટેકો મળ્યો હતો. આકાશનો જર્સી નંબર 11 છે.
10 / 14
9 માર્ચ 2019ના રોજ 2018-19 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ માટે ટ્વેન્ટી20માં પ્રવેશ કર્યો હતો.તેણે 24 સપ્ટેમ્બર 2019ના રોજ 2019-20 વિજય હજારે ટ્રોફીમાં બંગાળ માટે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો. 25 ડિસેમ્બર 2019ના રોજ બંગાળ માટે 2019-20 રણજી ટ્રોફીમાં ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.
11 / 14
30 ઓગસ્ટ 2021ના રોજ, દીપને યુએઈમાં 2021 ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના બીજા તબક્કા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
12 / 14
ફેબ્રુઆરી 2022માં, 2022ની ઈન્ડિયન પ્રીમિયર લીગ ટુર્નામેન્ટના ઓક્શનમાં તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો.2022 એશિયન ગેમ્સ માટેની ભારતની ટીમમાં ઇજાગ્રસ્ત શિવમ માવીના સ્થાને આકાશ દીપે સ્થાન લીધું હતું.
13 / 14
નવેમ્બર 2023માં, તેને દીપક ચહરની ઈજાના સ્થાને સાઉથ આફ્રિકામાં સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ભારતની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે કોઈપણ મેચમાં રમ્યો ન હતો.
14 / 14
ફેબ્રુઆરી 2024માં તેને ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની ટેસ્ટ સીરિઝ માટે છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ડેબ્યુ કર્યું છે. જ્યારે તે બંગાળનું પ્રતિનિધિત્વ કરતી 2023-24 રણજી ટ્રોફી રમવામાં વ્યસ્ત હતો ત્યારે તેને તેના ડેબ્યુના સમાચાર મળ્યા.