
શ્રુતિ અને વેંકટેશ અય્યરે 2023માં સગાઈ કરી હતી. સગાઈના અંદાજે 7 મહિના બાદ લગ્ન કર્યા હતા.આજે વેંકટેશ અય્યરનો જન્મદિવસ છે. તો તેના ચાહકો વેંકટેશ અય્યરની લવ સ્ટોરી જાણવા માંગે છે. તો ચાલો જોઈએ ક્રિકેટરની લવસ્ટોરી.

તો શ્રુતિ અને વેંકટેશની લવ સ્ટોરીની વાત કરીએ. તો ચાલો જાણીએ બંન્ને વચ્ચે લવ સ્ટોરી કઈ રીતે શરુ થઈ હતી. બંન્નેની મુલાકાત કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.

રિપોર્ટ મુજબ રધુનાથન બેંગ્લુરુમાં લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં મર્ચેડાઈઝ પ્લાનર તરીકે કામ કરે છે. તેમણે પીએસજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાંથી બીકોમની ડિગ્રી મેળવી છે. આ સાથે વેંકટેશની પત્નીએ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે.