
એશિયા કપ 2025માં શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયા 2 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે, અને અડધો કલાક પહેલા સવારે 9 વાગ્યે ટોસ થશે.

પહેલી ટેસ્ટ મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઈટ પર મોબાઈલ પર જોઈ શકશો. (All Photo Credit: PTI / GETTY / JioHotstar)