
ગિલ ગરદનના દુખાવાને કારણે બેંગ્લુરુમાં પહેલી ટેસ્ટ રમી શક્યો ન હતો. તેના સ્થાને સરફરાઝ ખાનને તક મળી અને 150 રનની ઈનિગ્સ રમી હતી. જેનું પરિણામએ આવ્યું કે, પુણે ટેસ્ટમાં કેએલ રાહુલને બહાર થવું પડ્યું છે.

પુણે ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો, રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર અને આકાશ દીપ.