
ભારત અને ન્યુઝીલેન્ડ આઈસીસી ટૂર્નામેન્ટમાં અત્યારસુધી 14 વખત આમને-સામને આવી છે. જેમાંથી ભારતીય ટીમને 5 વખત જીત મળી છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 9 વખત જીતી છે.

આઈસીસી ઈવેન્ટની છેલ્લી 5 મેચમાં બંન્ને ટીમના પ્રદર્શનની વાત કરીએ તો મેચ બરાબરી પર રહી છે.છેલ્લી પાંચ મેચમાંથી 2 મેચ ભારતે જીતી છે. તો 2 મેચ ન્યુઝીલેન્ડે જીતી છે. એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી.

ભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લે 2023 ODI વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ICC ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કર્યો હતો, જ્યાં ભારતે જીત મેળવી હતી અને ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.