
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલ મેચ 30 ઓક્ટોબરના રોજ રમાશે.જો આ દિવસે વરસાદની શક્યતા 20 ટકા છે. સારી વાત તો એ છે કે, ટૂર્નામેન્ટની સેમિફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એટલે કે, જો 30 ઓક્ટોબરના રોજ વરસાદ આવે છે તો રિઝર્વ ડેના રોજ મેચ રમાશે.

જો રિઝર્વ ડેના દિવસે પર મેચ રમાશે નહી કોઈ પરિણામ ન આવે તો પોઈન્ટ ટેબલમાં જે ટીમના પોઈન્ટ વધારે હશે. તે સીધી ફાઈનલમાં એન્ટ્રી કરશે.

જો આવી સ્થતિ સેમિફાઈનલમાં થાય છે તો ભારત માટે મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, તેના 7 અંક જ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમના 13 અંક સાથે ટોપ પર છે. એટલે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરશે.

ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાં વિજયી ટીમ છે, જેણે ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ સ્ટેજમાં સાત મેચ રમી હતી, જેમાં છમાં જીત મેળવી હતી, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

ભારતને પણ વરસાદને કારણે એક મેચમાં પોઈન્ટ શેર કરવા પડ્યા હતા. તેમણે સાતમાંથી ત્રણ મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. (all photo : pti)