IND vs AUS : ગાબામાં ફાસ્ટ બોલરો ચમક્યા, ભારતને 275 રનનો ટાર્ગેટ મળ્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝી ત્રીજી મેચ બ્રિસબેનના ગાબા મેદાનમાં રમાઈ રહી છે. આ મેચમાં આજે પાંચમો અને છેલ્લા દિવસની રમત રમાઈ રહી છે. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી છે.
1 / 5
બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ રમાઈ રહી છે.ઓસ્ટ્રેલિયાની ટીમ આ મેચમાં પોતાની પહેલી ઈનિગ્સમાં 445 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિગ્સ 260 રનમાં સમેટાય ગઈ હતી.ઓસ્ટ્રેલિયાની 185 રનની લીડ મળી હતી.
2 / 5
ચોથા દિવસે ભારતીય ટીમે ફોલોઓન બચાવ્યો હતો. બુમરાહ અને આકાશદીપે છેલ્લી વિકેટ માટે 45 રનની પાર્ટનરશીપ કરી હતી. ભારત માટે સૌથી વધારે 84 રન કે.એલ રાહુલે બનાવ્યા હતા. જાડેજાએ પણ 77 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી.
3 / 5
ગાબા ટેસ્ટની રમત હવે છેલ્લા દિવસે પહોંચી ગઈ છે અને આ ઐતિહાસિક મેદાન પર આજે ટીમ ઈન્ડિયા મેચ ડ્રો કરી શકે છે અથવા તો હારી શકે છે. ભારતીય ટીમે ચોથા દિવસે ફોલોઓન બચાવી લીધું હતું.
4 / 5
જસપ્રીત બુમરાહે પેટ કમિન્સને આઉટ કર્યો છે, કમિન્સ મેચમાં ફાસ્ટ રન બનાવી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પોતાની 7મી વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજો દાવ ડિકલેર કર્યો, ભારતને 275 રનનો ટાર્ગેટ મળ્યો છે.
5 / 5
જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેચ ડ્રો રહે છે. તો ગાબામાં 21 વર્ષ બાદ એવું જોવા મળશે, જ્યારે બંન્ને ટીમ વચ્ચે કોઈ ટેસ્ટ મેચનું પરિણામ આવી શક્યું નહિ.બંન્ને ટીમ વચ્ચે પહેલી રમાયેલી 7 ટેસ્ટ મેચમાંથી 5 મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાજી મારી છે. તો એક મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે અને 1 મેચ ડ્રો રહી છે. આ ડ્રો વર્ષ 2003માં જોવા મળી હતી.