
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ડરી ગયું છે. એક બાદ એક નાપાક હરકત કરી રહ્યું છે. જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને ભારતના અનેક શહેરમાં ડ્રોન અટેક કરવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાનને મિસાઈડલ અને ડ્રોનથી જવાબ આપ્યો છે.પરંતુ આ હુમલા બાદ શું હવે આની અસર આઈપીએલ પર જોવા મળશે. જ્યાં ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ મેચ રદ્દ કરવામાં આવી છે. હવે મોટો સવાલ એ છે કે, શું આ લીગ રમાશે. કે પછી સ્થગિત કરી દેવામાં આવશે. આ સિવાય બીસીસીઆઈ પાસે ક્યાં-ક્યાં ઓપ્શન છે ચાલો જાણીએ.

જમ્મુ અને પઠાણકોટમાં હવાઈ હુમલાની ચેતવણી બાદ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ મેચ વચ્ચે રદ્દ કરી દેવામાં આવી હતી. 11 મેના રોજ ધર્મશાળામાં જે મેચ રમાવાની હતી. પહેલા તેને અન્ય વેન્યુ પર શિફટ કરવામાં આવી છે. બંન્ને દેશો વચ્ચે તણાવ વધી રહયો છે. ત્યારે શુક્રવાર 9 મેના રોજ બીસીસીઆઈની ઈમરજન્સી મીટિંગ થશે.આઈપીએલ મેચ રદ્દ થયા બાદ બીસીસીઆઈ અને આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલની મીટિંગ થઈ હતી. જેના પર નિર્ણય લેવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલે ગુરુવારે કહ્યું હતુ કે, પાકિસ્તાનની સાથે સેનાની ટકરાવની સ્થિતિ જોઈ આઈપીએલ ચાલુ રહેશે કે કેમ, આના પર નિર્ણય લેતા પહેલા સરકારના નિર્દેશોની રાહ જોવામાં આવશે. ત્યારે આઈપીએલ આગળ રમાશે કે, સ્થગિત કરવામાં આવશે. જેનો નિર્ણય હવે સરકારના હાથમાં છે.

બીસીસીઆઈ પોતાના તરફથી શક્ય તેટલા પ્રયત્ન કરશે કે સીઝન કેવી રીતે પુરી કરી શકાશે. માર્ચથી મે એ એકમાત્ર સમય છે જ્યારે મોટા દેશો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા નથી.બીજું વેન્યમાં ફેરફાર કરવાનો પણ વિચાર કરી શકે છે.

જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની અસર ઓછી રહે. જે સુરક્ષિત વેન્યું છે. ત્યાં આઈપીએલની બધી મેચ રમાઈ શકે છે. આ પહેલા, જ્યારે કોરોના પછી IPL ભારતમાં પાછી આવી હતી, ત્યારે પણ મેચો ફક્ત થોડા સ્થળોએ જ રમાતી હતી. જેથી ખેલાડીઓએ શક્ય તેટલું ઓછું મુસાફરી કરવી પડે.

બીસીસીઆઈ અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ટુર્નામેન્ટને બીજા દેશમાં ખસેડવા અંગે પણ ચર્ચા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ IPL ભારતની બહાર રમાઈ ચૂકી છે. આવી સ્થિતિમાં, BCCI માટે આ એક વિકલ્પ હોઈ શકે છે. તાજેતરમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ એક મોટો નિર્ણય લીધો છે અને પાકિસ્તાન ક્રિકેટની બાકીની મેચો દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો છે.

આઈપીએલની આ સીઝન મુલતવી રાખવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. એટલે કે તે બે તબક્કામાં પૂર્ણ કરી શકાય છે. IPL 2021 પણ બે તબક્કામાં રમાઈ હતી. કોરોનાને કારણે 4 મેના રોજ IPL 2021 સ્થગિત કરવામાં આવી હતી. આ પછી, IPL 2021 ના બીજા તબક્કાનું આયોજન UAEમાં કરવામાં આવ્યું. પ્રથમ તબક્કામાં 29 મેચ રમાઈ હતી. બાકીના 31 મેચ બીજા તબક્કામાં યોજાઈ હતી.