
જો તમારી પાસે સ્માર્ટ ટીવી છે. તો તમે ટીવીમાં જિયો હોટસ્ટાર એપ ડાઉનલોડ કરી મેચ જોઈ શકો છો. પરંતુ આ બધી ઝંઝટ કરતા તમે ડીડી સ્પોર્ટસ ચેનલ , ડીડી સ્પોર્ટસ પર ભારત અને ઈગ્લેન્ડ વચ્ચેની સીરિઝની તમામ મેચ લાઈવ પ્રસારણ જોઈ શકો છો. આના માટે તમારી પાસે ફ્રી ડિશ કનેક્શન હોવું જરુરી છે.

જો તમારી પાસે ફ્રી ડીશ કનેક્શન નથી. તો તમે મેચ જોઈ શકશો નહી. ટુંકમાં ડીડી સ્પોર્ટસ પર મફતમાં તમે મેચ જોઈ શકો છો.

આ સિરીઝ સાથે ભારતીય ટીમ એક નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. જ્યાં ટીમ રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર ટેસ્ટ મેદાનમાં ઉતરશે અને ટીમની કમાન યુવાન શુભમન ગિલના હાથમાં રહેશે. ભારતની યુવા બ્રિગેડ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે. જોકે, ઈંગ્લેન્ડની ટીમનો સામનો કરવો બિલકુલ સરળ રહેશે નહીં.