
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સીરિઝી પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ મેચ સીરિઝનું પ્રસારણ સ્ટાર નેટવર્ક પર કરવામાં આવશે. સ્ટાર સ્પોર્ટસની અલગ અલગ ભાષામાં આ ટેસ્ટ સીરિઝનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

આ સિવાય તમે હોટસ્ટાર પર આ ટેસ્ટ સીરિઝનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.ભારતીય ક્રિકેટ ટીમ હવે વેસ્ટ ઇન્ડીઝ સામે સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે.

ભારતની ટેસ્ટ ટીમ : શુભમન ગિલ,યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, દેવદત્ત પેડિક્કલ, સાંઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા , વોશિગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ અને નારાયણ જગદીશન