IND vs AUS 2nd Test : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્યારે અને ક્યાં રમાશે, જાણો તમામ વિગતો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરના રોજ શરુ થશે. આ સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. તો ચાલો જાણીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.
1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ શરુ છે. ટીમ ઈન્ડિયાએ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં પહેલી મેચમાં શાનદાર જીત મેળવી લીધી છે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં લીડ મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.
2 / 5
સીરિઝની પહેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હાર આપી હતી. 6 ડિસેમ્બરથી સીરિઝની બીજી મેચ રમાશે. આ મેચ બંન્ને ટીમ માટે મહત્વની છે. સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની વાપસી થશે. સીરિઝની પહેલી મેચમાં યશસ્વી જ્યસ્વાલ અને વિરાટ કોહલીએ શાનદાર ઈનિગ્સ રમી સદી ફટકારી હતી.
3 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરના રોજ રમાશે. બીજી ટેસ્ટ મેચ એડિલેડના ઓવલ સ્ટેડિયમમાં રમાશે. જે ભારતીય સમયઅનુસાર સવારે 9.30 કલાકથી શરુ થશે. જેના અડધા કલાક પહેલા ટોસ થશે.
4 / 5
જો તમે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચનું લાઈવ ટીવી પર જોવા માંગો છો. તો તમે સ્ટાર સ્પોર્ટસ પર લાઈવ મેચ જોઈ શકો છો. જો તમે મોબાઈલમાં મેચ જોવા માંગો છો તો તમે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર જોઈ શકો છો.
5 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટના તમામ સમાચાર તેમજ ક્રિકેટ અને રમત ગમતના તમામ સમાચાર ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકો છો.