વિરાટ કોહલી જે 24 ઇનિંગમાં ન કરી શક્યો, શુભમન ગિલે માત્ર 17 ઇનિંગમાં કરી બતાવ્યું

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં શુભમન ગિલે અડધી સદી ફટકારીને શાનદાર વાપસી કરી. 50 રનની ઇનિંગ દરમિયાન તેણે એવો રેકોર્ડ પોતાના નામે કર્યો, જે વિરાટ કોહલી 24 ઇનિંગમાં પણ બનાવી શક્યો નહોતો. ગિલે માત્ર 17 ઇનિંગમાં જ આ સિદ્ધિ હાંસલ કરીને ભારતીય ટેસ્ટ કેપ્ટનોમાં પોતાનું નામ ટોચ પર પહોંચાડી દીધું છે.

| Updated on: Aug 24, 2026 | 10:40 PM
1 / 5
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ શુભમન ગિલે કોલંબો ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરી. તેણે 50 રનની ઇનિંગ રમીને ટીમની ઇનિંગ્સને સંભાળી હતી. આ દરમિયાન ગિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી.

2 / 5
ગિલે WTC 2025-27 ચક્રમાં પોતાના 1000 રન પૂર્ણ કર્યા છે. તે એક જ WTC ચક્રમાં 1000 રન બનાવનાર પ્રથમ ભારતીય ટેસ્ટ કેપ્ટન બન્યો છે. ગિલે આ સિદ્ધિ માત્ર 17 ઇનિંગમાં મેળવી છે.

3 / 5
આ મામલે તેણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. કોહલીએ WTCના પ્રથમ ચક્રમાં 15 ટેસ્ટની 24 ઇનિંગમાં 934 રન બનાવ્યા હતા. જ્યારે ગિલે 10 ટેસ્ટની 17 ઇનિંગમાં જ 1024 રનનો આંકડો પાર કરી લીધો છે.

4 / 5
ગિલના WTC 2025-27 ચક્રમાં હવે 1024 રન છે, જેમાં પાંચ સદી અને બે અડધી સદી સામેલ છે. તેની સરેરાશ પણ 68ની છે. આ આંકડા દર્શાવે છે કે કેપ્ટન બન્યા બાદ ગિલે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી છે.

5 / 5
જોકે, કોલંબો ટેસ્ટમાં ગિલ મોટી ઇનિંગ રમી શક્યો નહીં. 50 રન બનાવ્યા બાદ તે આઉટ થયો હતો. તેણે દેવદત્ત પડિકલ સાથે 120 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. હવે ગિલની નજર આગામી ઇનિંગમાં સદી ફટકારવા પર રહેશે. (PC:PTI/X)

Published On - 10:39 pm, Mon, 24 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.