
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં રિષભ પંતે 63 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન પંતે કેપ્ટન શુભમન ગિલને પાછળ છોડી દીધો હતો.

હવે પ્રશ્ન એ છે કે પંતે ગિલને કયા મામલે પાછળ છોડ્યો છે? તેનો જવાબ WTC ચક્રમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવામાં રહેલો છે. રિષભ પંત હવે WTCમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

પંત અને ગિલ બંનેએ અત્યાર સુધીમાં WTC માં 42-42 મેચ રમી છે. પંતે ગિલ કરતા બે ઓછી ઇનિંગ રમી છે, પરંતુ હાલમાં તેની પાસે ગિલ કરતા વધુ રન છે. ગિલે 76 ઇનિંગમાં 2,917 રન બનાવ્યા છે. બીજી તરફ પંતે 74 ઇનિંગમાં 2,948 રન સાથે ગિલને પાછળ છોડી દીધો છે.

પંત અને ગિલ પછી રોહિત શર્મા,રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલી WTC માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ છે. રોહિતના નામે 2,716 રન છે, જ્યારે જાડેજાના 2,675 રન છે. વિરાટ કોહલીના WTC માં 2,617 રન છે.

રોહિત અને વિરાટ હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જાડેજા પાસે રોહિતને પાછળ છોડવાની તક છે. આ દરમિયાન, પંત અને ગિલ વચ્ચે WTC રન રેસ રસપ્રદ બનવાની છે. પંતે ચોક્કસપણે લીડ લીધી છે, પરંતુ ગિલ મોટી ઇનિંગ સાથે લીડ પાછી મેળવી શકે છે. (PC: PTI)