IND vs SL: 3 છગ્ગા ફટકારતા જ રિષભ પંત પૂરી કરશે ખાસ ‘સદી’, આવો કમાલ કરનાર પહેલો ભારતીય બનશે

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત માટે મહત્વપૂર્ણ રહેશે. આ શ્રેણી દરમિયાન તે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. ત્રણ છગ્ગા ફટકારતા જ તે એક એવી સિદ્ધિ હાંસલ કરી શકે છે જે અન્ય કોઈ ભારતીય ખેલાડી હાંસલ કરતી શક્યો નથી.

| Updated on: Aug 04, 2026 | 9:40 PM
1 / 5
ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત બોલરો પર દબાણ લાવવા અને સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ મોટા શોટ રમવા માટે ફેમસ છે. આનાથી તેને વિશ્વ ટેસ્ટ ક્રિકેટમાં એક અનોખી ઓળખ મળી છે. હવે તેની પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક છે.

2 / 5
15 ઓગસ્ટથી શ્રીલંકા સામે શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પંત પાસે એક એવો સીમાચિહ્ન હાંસલ કરવાની તક છે જે કોઈ ભારતીય બેટ્સમેન ક્યારેય હાંસલ કરી શક્યો નથી. તે આ સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર ત્રણ છગ્ગા દૂર છે.

3 / 5
રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બનવાથી માત્ર ત્રણ છગ્ગા દૂર છે. તેણે અત્યાર સુધી 49 ટેસ્ટ મેચમાં 97 છગ્ગા ફટકાર્યા છે. 100 છગ્ગા ફટકારતા જ તે આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો ચોથો બેટ્સમેન બનશે.

4 / 5
પંત પહેલાથી જ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે વીરેન્દ્ર સેહવાગ (91 છગ્ગા), રોહિત શર્મા (88 છગ્ગા) અને એમએસ ધોની (78 છગ્ગા) સહિત અનેક ભારતીય ક્રિકેટ દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

5 / 5
હાલમાં, ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સના નામે છે. તેણે ટેસ્ટમાં 138 છગ્ગા ફટકાર્યા છે, જોકે તે હવે નિવૃત્તિ લઈ ચૂક્યો છે. રિષભ પંત જે ગતિથી આગળ વધી રહ્યો છે તેને જોતાં, તે ટૂંક સમયમાં આ રેકોર્ડની નજીક પહોંચી શકે છે. (PC: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.