
કુલદીપ યાદવ રમશે કે પછી સારાંશ જૈનને તેની જગ્યાએ તક મળશે? બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના તમામ ચાહકોના મનમાં આ પ્રશ્ન છે. કુલદીપ યાદવે ગેલ ટેસ્ટમાં માત્ર એક વિકેટ લીધી હતી, જેના કારણે તે કોલંબો ટેસ્ટમાં ટીમમાં પોતાનું સ્થાન જાળવી શકશે કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે.

આ પ્રશ્નનો જવાબ ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ શુક્રવારે કોલંબોમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી, અને અહેવાલો અનુસાર, નેટમાં સંપૂર્ણ ધ્યાન સારાંશ જૈન પર હતું.

ભારતીય બોલિંગ કોચ સાઈરાજ બહુતુલેએ સારાંશ જૈન પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જૈને રણજી ટ્રોફીમાં 30 વિકેટ લીધી હતી અને આ શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, સાઈરાજ બહુતુલેએ મીડિયા સમક્ષ એ પણ ઉલ્લેખ કર્યો હતો કે શ્રીલંકામાં વપરાતો કૂકાબુરા બોલ રિસ્ટ સ્પિનરો કરતાં ફિંગર સ્પિનરો માટે નિયંત્રિત કરવો સરળ છે. આનો અર્થ એ થયો કે ફિંગર સ્પિનર સરાંશ જૈન કોલંબોમાં સારું પ્રદર્શન કરી શકે છે.

કુલદીપ યાદવે 19 ટેસ્ટમાં 80 વિકેટ લીધી છે, જેમાંથી 61 વિકેટ SG બોલથી લીધી છે. તેણે હજુ સુધી ડ્યુક્સ બોલથી એક પણ ટેસ્ટ વિકેટ લીધી નથી. (PC-PTI)
Published On - 5:16 pm, Fri, 21 August 26