
ગિલના રિપ્લેસમેન્ટમાં સૌથી પહેલું નામ સાંઈ સુદર્શનનું આવે છે. જેમણે દિલ્હી ટેસ્ટ મેચમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ 87 રનની ઈનિગ્સ રમી હતી. સાંઈ સુદર્શન પાસે એટલો અનુભવ તો નથી પરંતુ તેનું ફોર્મ શાનદાર જોવા મળે છે.

આ સિવાય બીજો વિક્સપ દેવદત્ત પેડિક્કલ છે. જે હાલમાં ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ છે. તેમજ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ખુબ રન બનાવી રહ્યો છે.

ત્રીજો વિકલ્પ ભારતીય ટીમ પાસે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીના રુપમાં છે. નીતિશ કુમાર રેડ્ડી આ ટેસ્ટ સીરિઝનો ભાગ હતો પરંતુ બીસીસીઆઈએ તેને પહેલી ટેસ્ટ મેચમાં રિલીઝ કર્યો હતો. હવે તે કોલકાતામાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો છે. આ 3 ખેલાડીમાંથી કોઈ એક ટીમઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં ગિલનું સ્થા લઈ શકે છે.