
સેમીફાઈનલમાં ભારત-પાકિસ્તાનની સામે કઈ ટીમ હશે, તે ગ્રુપ-Bની છેલ્લી લીગ મેચના પરિણામ બાદ જ નક્કી થશે. જો કોઈ ઉલટફેર નહીં થાય તો સેમીફાઈનલમાં ભારતની શ્રીલંકા સામે જ્યારે પાકિસ્તાનની બાંગ્લાદેશ સામે ટક્કર થશે તેવી પુરી સંભાવના છે.

હવે જો ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો પોતપોતાની સેમીફાઈનલ મેચ જીતી જાય છે, તો 28 જુલાઈએ ફાઈનલમાં તેમની વચ્ચે વધુ એક જોરદાર જંગ જોવા મળી શકે છે. જો આમ થાય છે તો 216 કલાકમાં ભારત અને પાકિસ્તાન બીજી વખત ટકરાતા જોવા મળી શકે છે. અહીં 216 કલાકનો અર્થ છે 19 જુલાઈ અને 28 જુલાઈ વચ્ચેના સમયમાં તફાવત. ભારત અત્યાર સુધી 8 વખત મહિલા એશિયા કપ જીતી ચૂક્યું છે. આ મામલે પાકિસ્તાનનું હજી ખાતું ખૂલ્યું નથી.