
આ ત્રણ ભારતીય ખેલાડીઓ સિવાય આયુષ બદોની, રમનદીપ સિંહ, પ્રભસિમરન સિંહ, નેહલ વાડેરા, અનુજ રાવત, ઋત્વિક શૌકીન, સાઈ કિશોર, રસિક સલામ, વૈભવ અરોરા અને આકિબ ખાન પાસે IPL રમવાનો અનુભવ છે.

ભારત અને પાકિસ્તાનને ટૂર્નામેન્ટના ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. આ બે સિવાય UAE અને ઓમાનની ટીમો પણ આ ગ્રુપનો ભાગ છે. આ પ્રથમ વખત છે જ્યારે ઈમર્જિંગ એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ પહેલા રમાયેલી પાંચ આવૃત્તિઓ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ હતી.

ભારતે 2013માં ઈમર્જિંગ એશિયા કપની પ્રથમ આવૃત્તિ જીતી હતી. જ્યારે પાકિસ્તાન છેલ્લા બે વખતથી આ ટૂર્નામેન્ટની વિજેતા છે. પાકિસ્તાન A એ છેલ્લી વખત ફાઈનલમાં ભારત A ને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ વખતે ભારત A પાસે બદલો લેવાની તક છે. (All Photo Credit : ICC/PTI/GETTY)