
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી વનડે 13 નવેમ્બરના રોજ માઉન્ટ મૌંગાનુઈમાં રમાશે.

આ મેચ શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી માટે ખાસ રહેશે. આ મેચમાં બંને ખેલાડીઓ મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.

શુભમન ગિલને ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ODI ટીમમાંથી બહાર રાખવામાં આવતા શ્રેયસ અય્યરને આગામી બે વનડેમાં ટીમની કપ્તાની કરવાની તક આપવામાં આવી છે.

જ્યારે શ્રેયસ અય્યર ચોથી વનડે માટે મેદાનમાં ઉતરશે ત્યારે તે વનડેમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરનાર 29મો કેપ્ટન બનશે.

ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડે પણ વિરાટ કોહલી માટે ખાસ રહેશે.

વિરાટ કોહલીની પાસે ન્યુઝીલેન્ડ સામે 2,000 વનડે રન પૂરા કરવાની તક હશે.

વિરાટ કોહલી આ સીમાચિહ્ન તે હાંસલ કરવાથી માત્ર 22 રન દૂર છે.

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામે 39 વનડેમાં 56.51 ની સરેરાશથી 1978 રન બનાવ્યા છે. (PC: PTI)
Published On - 4:57 pm, Thu, 12 November 26