IND vs NZ : રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સતત ખરાબ ફોર્મ, ભારતીય ટીમની વધી મુશ્કેલી
રોહિત શર્મા અને વિરાટ કોહલી. ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સ્ટાર. એક છે ભારતીય ક્રિકેટનું દિલ, તો બીજો છે ધડકન. પરંતુ, સમસ્યા એ છે કે દિલ અને ધડકન બંને સારી રીતે કામ કરી રહ્યા નથી. આ જ કારણ છે કે ટીમ ઈન્ડિયા 12 વર્ષ બાદ ઘરઆંગણે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ હારવાની કગાર પર છે. પરંતુ, ખતરો માત્ર ન્યુઝીલેન્ડ સામે સિરીઝ હારવાનો જ નથી, પરંતુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવાનો પણ છે. તેથી, હવે રોહિત અને વિરાટ બંને માટે કોઈ પણ ભોગે મોટી ઈનિંગ રમી ફોર્મમાં આવવાનો સમય આવી ગયો છે.