IND vs ENG : ‘કિસ્મત હી ખરાબ હે’… ઈશાન કિશને આ કારણે ટીમ ઈન્ડિયામાં કમબેકની તક ગુમાવી

માન્ચેસ્ટર ટેસ્ટમાં બેટિંગ કરતી વખતે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ અહેવાલો આવી રહ્યા હતા કે પાંચમી ટેસ્ટમાં ઈશાન કિશન તેની જગ્યાએ રમશે. જોકે, હવે કિશન વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

| Updated on: Jul 24, 2025 | 9:20 PM
1 / 6
ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. તેને પગમાં આ ઈજા થઈ હતી અને હવે તે અંતિમ ટેસ્ટમાં નહીં રમે.

2 / 6
પંતના બહાર થયા બાદ અહેવાલો આવી રહ્યા હતા કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને તેની જગ્યાએ પાંચમી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે.

3 / 6
ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ 28 નવેમ્બર, 2023ના રોજ ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

4 / 6
અહેવાલો અનુસાર, ઈશાન કિશન ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકશે નહીં કારણ કે તે પોતે ઘાયલ છે.

5 / 6
ઈશાન કિશનને સ્કૂટર પરથી પડી જવાથી પગમાં ઈજા પહોંચી છે. તેના પગની ઘૂંટીમાં ઈજા છે અને તેને 10 ટાંકા આવ્યા છે.

6 / 6
પસંદગીકારોએ ગુરુવાર, 24 જુલાઈના રોજ ઈશાન કિશન સાથે વાત કરી હતી, પરંતુ તેના ટાંકા હમણાં જ કાઢવામાં આવ્યા છે અને તેના પગની ઘૂંટીમાં પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. (All Photo Credit : PTI / X)