
જોકે, આ પ્રેક્ટિસ દરમિયાન પંતના ડાબા હાથમાં એક બોલ વાગ્યો. પંત નેટમાંથી બહાર આવ્યો અને પછી ટીમ ડોક્ટરે તેના હાથ પર આઈસ પેક લગાવ્યું. આ પછી, પંતના હાથ પર પાટો બાંધવામાં આવ્યો અને તે એક કલાક આરામ કરતો જોવા મળ્યો. જોકે, બાદમાં પંતે કહ્યું કે તે બિલકુલ ઠીક છે.

રિષભ પંત ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. તેણે ભૂતકાળમાં ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કર્યું છે. હવે જોવાનું એ છે કે આ વખતે તે શું ચમત્કાર કરે છે? (All Photo Credit : PTI)