IND vs AUS : યશસ્વી જયસ્વાલે મેલબોર્ન ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો, આ સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો

મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિગ્સમાં યશસ્વી જ્યસ્વાલે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તે એક કેલેન્ડર યરમાં 1400થી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેમણે સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.

| Updated on: Dec 30, 2024 | 1:07 PM
4 / 7
એક કેલેન્ડર યરમાં સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ભારતીય રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેમણે 2010માં 1562 રન બનાવ્યા હતા. વીરેન્દ્ર સહેવાગ 2 વખત ટેસ્ટમાં એક કેલેન્ડરયરમાં 1400 થી વધુ રન બનાવી ચૂક્યો છે.

5 / 7
 તેમણે 2008માં 1462 અને 2010માં 1422 રન બનાવ્યા હતા. તેમજ લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કરે 1979માં 1407 રન બનાવ્યા હતા. હવે જ્યસ્વાલ એક કેલેન્ડર યરમાં 1400થી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બની ગયો છે.

6 / 7
યશસ્વી જયસ્વાલે વર્ષ 2023માં પોતાના ટેસ્ટ કરિયરની શરુઆત કરી હતી. અત્યારસુધી ટીમ ઈન્ડિયા માટે જયસ્વાલે 17 ટેસ્ટ રમી છે. તેમણે 17 મેચની 32 ઈનિગ્સમાં 1600થી વધારે રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 4 સદી આવી છે. જેમાં એક બેવડી સદી પણ સામેલ છે.

7 / 7
 આ સિવાય તેના બેટમાંથી 8 અડધી સદી આવી છે. ટેસ્ટમાં તેણે 53ની શાનદાર એવરેજથી રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 68 રહ્યો છે. તમને જણાવી દઈએ કે જયસ્વાલના નામે ટેસ્ટમાં 68 સિક્સર પણ છે.

Published On - 12:39 pm, Mon, 30 December 24