
SENA દેશોમાં સૌથી વધુ 5 વિકેટ હોલ લેનારા ભારતીય ફાસ્ટ બોલરનું લિસ્ટ જોઈએ તો, 8 વખત જસપ્રીત બુમરાહ, 7 વખત કપિલ દેવ, 6 વખત ઝહીર ખાન, 6 વખત ચંદ્રશેખરનું નામ સામેલ છે.SENA દેશોમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર એશિયાઈ બોલરની વાત કરીએ તો, 11 વસીમ અકરમ, 10 મુત્થૈહ મુરલીધર, 8 ઈમરાન ખાન, 8 જસપ્રીત બુમરાહ અને 7 કપિલ દેવ

44મી ટેસ્ટ મેચ રમી રહેલા બુમરાહે ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિગ્સમાં ઉસ્માન ખ્વાજા, નાથન, મેકસવીની, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શને આઉટ કર્યા હતા. બુમરાહે આ સીરિઝમાં 4 ઈનિગ્સમાં ત્રીજી વખત સ્મિથને આઉટ કર્યો છે.

બુમરાહે પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યારસુધી કુલ 12 વખત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી વખત 5 વિકેટ હોલ લીધી છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 5 વિરેટ લેતાની સાથએ બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે.