
ટીમ ઈન્ડિયા સિવાય જો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને દરેક ટેસ્ટ મેચ જીતવા કે હારવા પર 15 થી 16 લાખ રૂપિયા મળે છે. આ ખેલાડીઓની મેચ ફી છે. ODIમાં ખેલાડીઓની મેચ ફી 8.5 લાખ રૂપિયા છે, જ્યારે T20 મેચ ફી 5.6 લાખ રૂપિયા છે.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓને પણ લગભગ દરેક મેચ માટે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જેટલી જ રકમ મળે છે. પાકિસ્તાન આ મામલે ઘણું પાછળ છે. પાકિસ્તાનના ખેલાડીઓને એક ટેસ્ટ મેચ માટે લગભગ 3.5 લાખ રૂપિયા મળે છે. પાકિસ્તાની ખેલાડીઓને ODI મેચ માટે લગભગ 2 લાખ રૂપિયા અને T20 મેચ માટે લગભગ 1.30 લાખ રૂપિયા મળે છે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 9:35 pm, Tue, 17 December 24