IND vs AUS day 1 Highlights: 18 બેટ્સમેન 0 પર આઉટ, રિષભ પંતે 661 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

|

Nov 22, 2024 | 7:12 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે કંઈક એવું જોવા મળ્યું જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હશે. ટીમ ઈન્ડિયા પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 150 રનમાં સમેટાઈ ગઈ હતી અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પણ માત્ર 67 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે સમગ્ર દિવસમાં કુલ 17 વિકેટ પડી હતી. પર્થ ટેસ્ટના પહેલા દિવસે એક પણ બેટ્સમેનની અડધી સદી નથી બની પરંતુ 5 મોટી ઘટના જરૂર જોવા મળી, જાણો તેની વિગતો.

1 / 5
પર્થમાં ટીમ ઈન્ડિયા માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઈન્ડિયાનો પહેલી ઈનિંગમાં સૌથી ઓછો સ્કોર છે. અગાઉ વર્ષ 2000માં સિડનીમાં પણ ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ વર્ષ 1947માં ઓસ્ટ્રેલિયામાં બીજી ઈનિંગમાં પણ 58 રનમાં ઓલઆઉટ થઈ હતી.

2 / 5
ભારતીય ટીમ આ વર્ષે પાંચમી વખત ટેસ્ટ મેચમાં 160થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ છે. આ પહેલા માત્ર 1952 અને 1959માં જ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની આવી ખરાબ સ્થિતિ હતી.

3 / 5
પર્થ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ 0 રને આઉટ થયા હતા. આ વર્ષે 18 ભારતીય બેટ્સમેન ટેસ્ટ મેચમાં 0 પર આઉટ થયા છે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પહેલા વર્ષ 2008 અને 1983માં ટેસ્ટ મેચમાં 17 ભારતીય બેટ્સમેન 0 પર આઉટ થયા હતા.

4 / 5
વિરાટ કોહલી આ વર્ષે 26 ઈનિંગ્સમાં 12 વખત ડબલ ફિગરને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો છે. કોઈપણ ભારતીય ખેલાડીનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. રોહિત શર્મા પણ આ વર્ષે 12 વખત ડબલ ફિગરને સ્પર્શવામાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ તેણે 35 ઈનિંગ્સમાં રમી છે.

5 / 5
રિષભ પંતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 661 ટેસ્ટ રન બનાવ્યા છે. તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સૌથી વધુ રન બનાવનાર વિદેશી વિકેટકીપર બની ગયો છે. તેણે માત્ર 13 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. (All Photo Credit : PTI / AFP)

Next Photo Gallery