IND vs AUS 5th Test : ભારતની પહેલી ઈનિગ્સ 185 રન પર સમેટાઈ, કોઈ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડનીમાં રમાશે. ભારત પહેલા બેટિંગ કરી છે પરંતુ બેટ્સમેન કાંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
1 / 7
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી આજથી સિડનીમાં શરૂ થઈ છે. પહેલા દિવસે ભારતીય ટીમ 185 રનમાં સમેટાઈ ગઈ છે.ઓસ્ટ્રેલિયા હાલમાં 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી આગળ છે.
2 / 7
સિડની ટેસ્ટમાં ભારતનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાયો છે. ભારતની 8મી વિકેટ 148 રનના સ્કોર પર વોશિંગ્ટન સુંદરના રૂપમાં પડી જે 14 રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમે 150 રનમાં 7 વિકેટ ગુમાવી હતી.
3 / 7
ભારતે પર્થમાં જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ આગામી 3 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાને 2 મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગાબા ટેસ્ટ ડ્રો રહી હતી. હવે ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને જાળવી રાખવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે સિડની ટેસ્ટ જીતવી પડશે.
4 / 7
ભારતીય ટીમ સિડની ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં 185 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારતની છેલ્લી વિકેટ જસપ્રીત બુમરાહના રુપમાં પડી હતી. જે 17 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહિ.
5 / 7
સૌથી વધારે 40 રન રિષભ પંતે કર્યા હતા. તો જસપ્રીત બુમરાહ 22 રન બનાવીને આઉટ થયો હતો. સિડની ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન જસપ્રીત બુમરાહ છે. જે રોહિત શર્મા ટીમની બહાર છે. ભારતીય ટીમની શરુઆત સારી ન રહી.
6 / 7
સિડની ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગ બાદ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ થઇ છે. બુમરાહે પહેલી જ ઓવરમાં ઉસ્માન ખ્વાજાને ઈજા પહોંચાડી હતી. તેના બોલ પર ખ્વાજાની આંગળીઓમાં ઈજા થઈ હતી, જેના પછી ફિઝિયોને મેદાન પર આવવું પડ્યું હતું. પોતાની આંગળીઓ પર પાટો બાંધ્યા બાદ ખ્વાજાએ ફરીથી બેટિંગ શરૂ કરી છે.
7 / 7
ભારતીય ક્રિકેટનો સ્ટાર ગણાતો યુવા બેટ્સમેન શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો.
Published On - 12:47 pm, Fri, 3 January 25