IND v ENG T20I : સીરિઝમાં તુટી શકે છે મોટો રેકોર્ડ, સૂર્ય-અર્શદીપ પાસે ઈતિહાસ રચવાની તક
IND v ENG T20I સીરિઝની પહેલી મેચ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં રમાશે. આ મેચમાં અનેક મોટા રેકોર્ડ બની શકે છે. તો ચાલો જાણીએ કે, ટી20 સીરિઝ દરમિયાન ક્યા ક્યા ખેલાડીઓ નવો ઈતિહાસ રચી શકે છે.
1 / 6
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20I સીરિઝ આજે 22 જાન્યુઆરીથી શરુ થવા જઈ રહી છે. જેની પ્રથમ મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈ બંન્ને ટીમે પોતાની તૈયારીઓમાં લાગી ચૂકી છે. બંન્ને ટીમ વચ્ચે T20I સીરિઝમાં કુલ 5 મેચ રમાશે.
2 / 6
જેમાં કેટલાક મોટા રેકોર્ડ તુટી શકે છે. તેમજ નવા રેકોર્ડ બનવાની શકયતા છે. તો ચાલો જાણીએ કે, ટી20 સીરિઝ દરમિયાન ક્યા ક્યા ખેલાડીઓ નવો ઈતિહાસ રચી શકે છે. ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયા માટે 60 ટી20 ઈનિગ્સમાં 95 વિકેટ લીધી છે.
3 / 6
જો આ ફાસ્ટ બોલર પોતાને નામ હજુ 2 વિકેટ લે છે, તો તે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનારો ભારતીય બોલર બની જશે.
4 / 6
આ સિવાય અર્શદીપ સિંહ 100 T20 વિકેટ લેનાર સૌથી ફાસ્ટ બોલર બનવા પર ચાહકોની નજર છે. અત્યારસુધી કોઈ પણ ભારતીય બોલર 100 વિકેટ લઈ શક્યો નથી. હવે અર્શદીપ પાસે આ કીર્તિમાન રચવાની તક છે.
5 / 6
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઈંગ્લેન્ડના જોસ બટલર બંન્ને પોતાના ટી20 ઈન્ટરનેશનલ કરિયરમાં ક્રમશ 145 અને 146 સિક્સ ફટકારી છે. જો બંન્ને ક્રિકેટર આ સીરિઝ દરમિયાન 150 સિક્સ ફટકારવામાં સફળ રહે છે. તો રોહિત શર્મા, માર્ટિન ગુપ્તિલ,વસીમ બાદ T20I ઈતિહાસમાં 150 સિક્સ ફટકાવનાર દુનિયાનો ચોથો અને પાંચમો ખેલાડી બની જશે.જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે કયો ખેલાડી પહેલા 150 છગ્ગાનો આંકડો સ્પર્શવામાં સફળ થાય છે.
6 / 6
સૂર્યકુમાર પાસે T20 આંતરરાષ્ટ્રીયમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક હશે. જો સૂર્યકુમાર ઈંગ્લેન્ડ સામેની T20 સીરિઝ દરમિયાન સદી ફટકારવામાં સફળ રહે છે, તો તે ઈંગ્લેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બે સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનશે.