ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં તેના ઘણા ખેલાડીઓની ફિટનેસને લઈને સંઘર્ષ કરી રહી છે. જસપ્રીત બુમરાહથી લઈને નીતિશ કુમાર રેડ્ડી સુધીના ઘણા ખેલાડીઓ અલગ-અલગ ઈજાના કારણે બહાર છે. પરંતુ હવે ભારતીય ટીમને પણ રાહતના સમાચાર મળ્યા છે કારણ કે તેનો એક સ્ટાર ખેલાડી ફિટ છે અને રમવા માટે તૈયાર છે.
આક્રમક બેટ્સમેન રિંકુ સિંહ ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20 સિરીઝની ચોથી મેચ રમવા માટે ફિટ થઈ ગયો છે. મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ રેયાને ફેન્સને આ ખુશખબર આપી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ શુક્રવારે 31 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ સતત 2 દિવસ પ્રેક્ટિસ કરી હતી.
મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કોચ રેયાને જણાવ્યું હતું કે રિંકુએ બુધવારે બેટિંગ કરી હતી અને તે સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહ્યો હતો. હવે તે શુક્રવારે યોજાનારી શ્રેણીની ત્રીજી મેચ માટે ઉપલબ્ધ રહેશે.
રિંકુએ સિરીઝની પહેલી મેચ રમી હતી પરંતુ બીજી મેચ પહેલા જ તેને કમરમાં દુખાવો થવા લાગ્યો હતો, જેના કારણે તે બીજી અને ત્રીજી મેચમાંથી બહાર રહી ગયો હતો. જો કે, તેને પ્રથમ મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. આવી સ્થિતિમાં હવે આગામી મેચમાં રિંકુ પર ધ્યાન રહેશે.
રિંકુને ધ્રુવ જુરેલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. રિંકુના બહાર થવાના કારણે જુરેલને છેલ્લી બે મેચમાં તક મળી હતી, પરંતુ તે કોઈ અસર કરી શક્યો નહોતો. (All Photo Credit : PTI)