
આખી ટીમે પ્રથમ દાવમાં કુલ 343 બોલનો સામનો કર્યો હતો, જેમાં ધ્રુવ જુરેલે એકલાએ 186 બોલ રમ્યા હતા. તેનો અર્થ એ કે જુરેલે એકલાએ જ ઈનિંગના અડધાથી વધુ બોલનો સામનો કર્યો. જ્યારે ટીમના કુલ સ્કોરમાં લગભગ અડધા રન પણ તેના છે. જુરેલની આ લડાઈ જોઈને કોમેન્ટેટર્સ તેના વખાણ કરવા મજબૂર થઈ ગયા. એક કોમેન્ટેટરે કહ્યું કે ધ્રુવ જુરેલની માનસિકતા અને બોડી લેંગ્વેજ વિરાટ કોહલી જેવી છે.

અગાઉ, જ્યારે તેણે ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરી હતી અને ઈંગ્લેન્ડને હરાવવામાં મદદ કરી હતી, ત્યારે તેની તુલના ધોની સાથે કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જુરેલના પિતા ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે. જુરેલ પણ સેનાને ખૂબ પસંદ કરે છે અને જ્યારે પણ તે કોઈ મોટી ઈનિંગ રમે છે, ત્યારે તે સલામી આપીને સેલિબ્રેટ કરે છે. (All Photo Credit : PTI)