
ઈશાન કિશને 24 ODI ઈનિંગ્સમાં 42થી વધુની સરેરાશથી 933 રન બનાવ્યા છે, જેમાં તેણે એક બેવડી સદી પણ ફટકારી છે. કિશનનો અનુભવ અને પ્રદર્શન, તેમજ ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ સાથેની તેની દોસ્તી તેને એક મોટો વિકલ્પ બનાવે છે.

તિલક વર્માને પણ વનડેમાં નંબર 3 પર રમવા માટે એક મોટો વિકલ્પ માનવામાં આવે છે. તેણે T20માં નંબર 3 પર સારી બેટિંગ કરી છે. તેણે લગભગ 50 ની સરેરાશથી 749 રન બનાવ્યા છે, જેમાં 2 સદીનો સમાવેશ થાય છે.

જોકે તિલક વર્માને 4 ODI મેચોમાં રમવાની તક મળી છે, જેમાં તે અડધી સદીની મદદથી ફક્ત 68 રન જ બનાવી શક્યો હતો, પરંતુ તેની પ્રતિભાને ધ્યાનમાં રાખીને, તે નંબર 3 વિકલ્પ બની શકે છે.

નંબર 3 માટે સાઈ સુદર્શન પણ એક મોટો વિકલ્પ છે. આ ખેલાડી પહેલેથી જ ODIમાં પોતાને સાબિત કરી ચૂક્યો છે. સાઈ સુદર્શને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર 3 ODI રમી હતી જેમાં તેણે 63.50ની સરેરાશથી 127 રન બનાવ્યા હતા. તેણે બે અડધી સદી પણ ફટકારી હતી.

વાઈટ બોલ ક્રિકેટમાં સુદર્શનનું તાજેતરનું ફોર્મ ખૂબ જ સારું રહ્યું છે. આ ખેલાડીને લાંબી રેસનો ઘોડો પણ માનવામાં આવે છે. સાઈ સુદર્શન નંબર 3 પર રમવા માટે સારો વિકલ્પ બની શકે છે. (All Photo Credit : PTI / Getty)
Published On - 4:38 pm, Mon, 11 August 25