
જસપ્રીત બુમરાહએ લેટેસ્ટ ICC ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું પ્રથમનું સ્થાન ગુમાવ્યું છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ન રમવાથી બુમરાહના રેન્કિંગ પર નોંધપાત્ર અસર પડી છે. 638 દિવસ સુધી નંબર 1 પર રહ્યા બાદ હવે તે બીજા સાથેન સરકી ગયો છે અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર બન્યો છે.

મિશેલ સ્ટાર્ક હવે વિશ્વનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. 36 વર્ષીય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી, આનાથી તેને ICC રેન્કિંગમાં ફાયદો થયો છે.

મિશેલ સ્ટાર્ક 872 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 સ્થાન પર પહોંચી ગયો છે. સ્ટાર્કે બુમરાહ અને મેટ હેનરીને પાછળ છોડી નંબર વન રેન્કિંગ મેળવ્યું છે.

મિશેલ સ્ટાર્ક પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પહેલી વાર નંબર 1 બોલર બન્યો છે. તે અગાઉ વનડેમાં નંબર 1 રેન્કિંગ મેળવી ચૂક્યો હતો. T20માં તેનું શ્રેષ્ઠ રેન્કિંગ નંબર 3 રહ્યું છે.

મિશેલ સ્ટાર્કે પોતાની કારકિર્દીમાં 445 ટેસ્ટ વિકેટ લીધી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ડાબા હાથનો ફાસ્ટ બોલર છે. તેણે 19 વખત એક ઇનિંગમાં પાંચ વિકેટ અને ચાર વખત મેચમાં દસ વિકેટ લીધી છે. (PC: PTI)