
ન્યુઝીલેન્ડને બીજી વખત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સ્થાન બનાવ્યું છએ. આ પહેલા ટીમ 2021માં ફાઈનલ રમી હતી. ન્યુઝીલેન્ડની ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. તો આજે આપણે આ સ્ટેડિયમ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ.

ભારતમાં, ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ એક ઈમોશન છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી, આ રમતને અપાર પ્રેમ અને ક્રેઝ મળે છે. પરંતુ શું તમે ક્રિકેટ ચાહકો છો અને જાણો છો કે, દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ એક ભારતીય ક્રિકેટ સ્ટેડિયમ છે જે ગુજરાતના અમદાવાદના મોટેરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની અંદર આવેલું છે. આ વિશ્વનું સૌથી મોટું અને એકંદરે બીજા ક્રમનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 132,000 દર્શકોની બેઠક ક્ષમતા છે.

તમને જણાવી દઈએ કે, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ભારતમાં આવેલું છે. તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. તે અમદાવાદમાં આવેલું છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અગાઉ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ તરીકે જાણીતું હતું. નિર્માણ પછી તેનું નામ બદલી નાંખવામાં આવ્યું.

તે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની માલિકીનું છે અને તે ટેસ્ટ, ODI અને T20I ક્રિકેટ મેચો માટેનું મેદાન છે. 24 ફેબ્રુઆરી 2021ના રોજ, તેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતુ.આ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નિર્માણ 1982માં કરવામાં આવ્યું હતુ. આ સ્ટેડિયમમાં 49 હજાર દર્શકો એક સાથે બેસી મેચ જોઈ શકતા હતા પરંતુ 2020માં આનું ફરી નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ આ સ્ટેડિયમમાં ચાહકોના બેસવાની ક્ષમતા અંદાજે 1 લાખથી વધારે છે.ખાસ વાત એ છે કે, આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન 24 ફેબ્રુઆરી 2020 ના રોજ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું.