
વિરાટ કોહલીએ 2008માં પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરુઆત કરી હતી. ત્યારથી લઈ અત્યારસુધી ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્વનો ખેલાડી રહ્યો છે.ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર આ મેચ તેના કરિયરની 550મી ઈન્ટરનેશનલ મેચ હશે. આટલી મેચ રમનાર બીજો ભારતીય ખેલાડી બનશે. આ પહેલા સચિન તેંડુલકરે તેના કરિયરમાં કુલ 664 ઈન્ટરનેશનલ મેચ રમી છે.

વિરાટ કોહલી આજે અનેક મોટા રેકોર્ડ તોડી પોતાના નામે નવા રેકોર્ડ કરી છે.બીજી તરફ વિરાટ પણ આ વખતે ગોલ્ડન બેટની રેસમાં છે. આ માટે તેણે ફાઇનલમાં મોટી ઇનિંગ્સ રમવી પડશે, જેથી તે અન્ય બેટ્સમેનોથી આગળ નીકળી શકે.