Gautam Gambhir salary : કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરને કેટલો પગાર મળશે ? જાણો

|

Jul 11, 2024 | 8:18 PM

ગંભીર યુવા ખેલાડીઓના પરફોર્મન્સને સારી રીતે ઓળખી જાય છે. કહી શકાય કે, ગંભીર એક સફળ રણનીતિકાર પણ છે. તેની ઝલક આપણે આઈપીએલમાં મેન્ટર તરીકે જોઈ લીધી છે.

1 / 5
ભારતીય ટીમનો નવા કોચ ગૌતમ ગંભીર બની ગયા છે. બીસીસીઆઈ સચિવ જય શાહે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી હતી. ગંભીરનો કાર્યકાળ શ્રીલંકા પ્રવાસથી શરુ થશે. ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર જુલાઈ મહિનાના અંતમાં જશે. જ્યાં 3 ટી20 અને 3 મેચની વનડે સીરિઝ રમશે.

2 / 5
તમને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વર્લ્ડકપ સુધી જ હતો. દ્રવિડના કોચિંગમાં ભારતીય ટીમ ટી-20 ચેમ્પિયન બની હતી તો ગંભીરની કોચિંગમાં ભારતીય ટીમનું પરફોમન્સ કેવી રહેશે. તે જોવું રસપ્રદ રહેશે.

3 / 5
ભારતીય ટીમના કોચ રહી ચૂકેલા રાહુલ દ્રવિડને 12 કરોડ રુપિયાની સેલેરી મળતી હતી, એટલે કે, મહિનાના એક કરોડ રુપિયા મળતા હતા. ભારતીય ટીમના કોચની એક હાઈપ્રોફાઈલ જોબ છે. આ કારણે બીસીસીઆઈ કોચને એક મોટી રકમમાં સેલેરી આપે છે, દ્રવિડનો કાર્યકાળ 2021થી લઈ 2024 સુધી રહ્યો છે.

4 / 5
રિપોર્ટ અનુસાર ગંભીરને દ્રવિડ કરતા વધુ સેલેરી મળી શકે છે. અહેવાલો અનુસાર ગંભીરને વર્ષના 12 કરોડથી વધારે રકમની સેલેરી મળી શકે છે. પરંતુ આને લઈ હજુ કોઈ ચોક્ક્સ માહિતી સામે આવી નથી, પરંતુ એવી જાણકારી સામે આવી છે કે, ગંભીરને દ્રવિડ કરતા વધુ પગાર મળી શકે છે.

5 / 5
ગૌતમ ગંભીરનો કાર્યકાળ ભારતીય ટીમના હેડ કોચ તરીકે 1 જુલાઈ 2024થી લઈ 31 ડિસેમ્બર 2027 સુધી રહેશે. આ દરમિયાન ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફી અને ટી20 વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમવાની છે.

Published On - 10:12 am, Wed, 10 July 24

Next Photo Gallery