ટી20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમે સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને હાર આપી ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. હવે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ક્રિકેટ વર્લ્ડકપના કારણે હવે ચાહકોમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે કે, અમ્પાયરનો વધારે પગાર હોય કે, ખેલાડીનો.
તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, ક્રિકેટ મેચમાં અમ્પાયરની સાથે એક મેચ રેફરી પણ હોય છે. હવે તમે કહેશો એક મેચમાં કેટલા અમ્પાયર અને રેફરી હોય છે. તો આઈસીસીની એક ક્રિકેટ મેચમાં 4 અમ્પાયર અને એક મેચ રેફરી હોય છે.
4 અમ્પાયરમાં એક ફીલ્ડ-1 અમ્પાયર, ફીલ્ડ-2 અમ્પાયર, ટીવી અમ્પાયર અને ફોર્થ અમ્પાયર હોય છે. આ સિવાય મેચ રેફરી પણ હોય છે. રેફરીનું કામ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી મેચનો નિર્ણય લેવાનું હોય છે.
અમ્પાયર વિકેટ, રન , મેચ એક્ટિવિટીના નિર્ણયો લે છે તેમજ બધા રેકોર્ડ પણ રાખે છે.સરળ શબ્દોમાં કહીએ તો, અમ્પાયર ગ્રાઉન્ડ પર રમતા ક્રિકેટરોની રમત સંબંધિત નિર્ણયો લે છે. તે જ સમયે, મેચ રેફરીનું કામ રમત તમામ નિયમો સાથે રમાય છે તે કરે છે.
અમ્પાયરને દરેક મેચ પ્રમાણે પગાર આપવામાં આવે છે.તેમજ અલાઉન્સ પણ આપવામાં આવે છે. એલિટ કેટેગરીના અમ્પાયર અને રેફરીને સૌથી વધારે પગાર મળે છે, તેમજ સેલેરી અમ્પાયરના અનુભવને આધારે મળે છે.
રિપોર્ટ અનુસાર ફર્સ્ટ ક્લાસ મેચ માટે પ્રતિ મેચમાં 40,000 રુપિયા આપવામાં આવે છે. તેમજ ગ્રેડ બી મેચમાં અમ્પાયરને 30 હજાર રુપિયા આપવામાં આવે છે. તેમજ સેલેરી અલગથી મળે છે.જો આપણે મેચ રેફરીની વાત કરીએ તો તેમને દર મેચમાં અંદાજે 30 હજારની સેલેરી આપવામાં આવે છે.
Published On - 3:14 pm, Fri, 28 June 24