
ભારતીય ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટરના દીકરા અર્જુન તેંડુલકર હાલમાં પોતાની સગાઈના કારણે ચર્ચામાં છે. અર્જુન તેંડુલકરે સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. ત્યારથી બંન્નેના બ્રેકગ્રાઉન્ડ અને શિક્ષણ ચર્ચાનો વિષય બન્યો છે. તો આજે આપણે જાણીશું કોની પાસે વધારે ડિગ્રી છે.

સાનિયા ચંડોક અને અર્જુન તેંડુલકર બંન્નેની શિક્ષણની સફર ખુબ અલગ છે. સાનિયાએ મુંબઈના બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલ અને કૈથેડ્રેલ એન્ડ જોન કોનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે.

વર્ષ 2020માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે પોતાના ક્ષેત્રમાં આગળ વધી 2024માં વર્લ્ડવાઈડ વેટરનરી સર્વિસના એબીસી પ્રોગ્રામ હેઠળ ટેક્નીશિયન ડિપ્લોમાં કર્યું હતુ. આ તેનો અભ્યાસ અને પશુ કલ્યાણ પ્રતિ જનુનનું શાનદાર ઉદાહરણ છે.

અર્જુન તેંડુલકરે પોતાનો અભ્યાસ મુંબઈના ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયો. તેમણે ક્યા વિષયમાં ડિગ્રી લીધી તે વિશે માહિતી નથી.

અભ્યાસ બાદ અર્જુન તેંડુલકરે પોતાનું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કર્યું હતુ. તે ઘરેલું ક્રિકેટથી લઈ આઈપીએલમાં પોતાનું કરિયર બનાવવામાં વ્યસ્ત છે.

સાનિયાએ લંડનમાં અભ્યાસ કર્યો છે. તો અર્જુન તેંડુલકરે ભારતમાં જ રહી અભ્યાસ કર્યો છે.સાનિયા ચંડોકનું ફેમસ ઉદ્યોગપતિ રવિ સાથે ખાસ કનેક્શન છે. તે તેના દાદા છે. તેનો પરિવાર બિઝનેસ સાથે જોડાયેલો છે. અર્જુન ક્રિકેટના લિજેન્ડનો દીકરો છે.